આણંદ Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/anand/ ગુજરાત ન્યૂજ પોસ્ટ ગુજરાતી સમાચાર Mon, 01 Sep 2025 15:04:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.3 https://gujarati.gujaratnewspost.com/wp-content/uploads/2025/08/cropped-Site-Icon1-e1757156589539-150x150.png આણંદ Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/anand/ 32 32 Anand જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા https://gujarati.gujaratnewspost.com/anand-district-administration-has-alerted-the-people-of-26-villages-along-the-river-bank/ https://gujarati.gujaratnewspost.com/anand-district-administration-has-alerted-the-people-of-26-villages-along-the-river-bank/#respond Mon, 01 Sep 2025 15:04:14 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2680 Anand, પાનમ અને કડાણા જળાશયમાં  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે.

The post Anand જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
Anand, પાનમ અને કડાણા જળાશયમાં  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે.

હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જે અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે  પાનમ ડેમના ૨ દરવાજા ૧.૨૧ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે પાનમ નદીમાં આશરે ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

કડાણા જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૭૧ મીટર છે. જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અન્વયે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે બપોરે આજે  કડાણા ડેમના  કુલ ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે નદીમાં આશરે ૧,૧૮,૮૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

જે અન્વયે આણંદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાના કુલ ગામો પૈકી બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ મળી કુલ ૮ ગામો, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા,આંકલાવડી, રાજુપુરા મળી કુલ ૪ ગામો, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ ૦૨ ગામો તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટો અને ગંભીરા ૧૨ જેટલા ગામો મળીને કુલ ૨૬ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

The post Anand જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/anand-district-administration-has-alerted-the-people-of-26-villages-along-the-river-bank/feed/ 0
કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠક યોજાઈ https://gujarati.gujaratnewspost.com/karamsad-anand-municipal-corporation-coordination-committee-meeting-held/ https://gujarati.gujaratnewspost.com/karamsad-anand-municipal-corporation-coordination-committee-meeting-held/#respond Mon, 01 Sep 2025 14:33:07 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2676 કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીટોડીયા વિસ્તારની સોસાયટીઓ માં સ્ટ્રોમ વોટર પાણી ની લાઈન નાખ્યા બાદ નવા રસ્તાઓ બનાવવા માટે, જ્યાં જરૂર છે ત્યાં સીસી રોડ બનાવવા, બ્લોક નાખવા, કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે […]

The post કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠક યોજાઈ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીટોડીયા વિસ્તારની સોસાયટીઓ માં સ્ટ્રોમ વોટર પાણી ની લાઈન નાખ્યા બાદ નવા રસ્તાઓ બનાવવા માટે, જ્યાં જરૂર છે ત્યાં સીસી રોડ બનાવવા, બ્લોક નાખવા, કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે માટે અને જે વિસ્તારમાં હજી સુધી ગટર લાઈન પહોંચી નથી ત્યાં તાકીદે ગટર લાઈન પહોંચાડવામાં આવે, વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ કાકા ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક નું ભારણ રહેતું હોવાથી ઓવરબ્રિજ ની જરૂરિયાત, રેલવે સ્ટેશનથી તુલસી ચાર રસ્તા રોડ ઉપર ટ્રાફિક નિયમન, જુના બસ સ્ટેન્ડ, મિનરવા ચોકડી વાળા રસ્તા ઉપર ટ્રાફિક ઓછો કરવા રસ્તાઓ વન વે કરવા, ભાલેજ ઓવરબ્રિજની બંને બાજુએ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને અકસ્માત ઝોન હોવાથી ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકવા, રખડતા ઢોર નિયમિત પકડીને પાંજરાપોળ મોકલવા, અમીના મંજિલ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ નાળાનું કામ ઝડપી કરવા જેવા ૧૦ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

આ તબક્કે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે Anand Municipal Corporation દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વરસાદ પડે તે પહેલા સફાઈ કરાવવાથી ભારે વરસાદ આવવા છતાં પણ પાણી ટૂંક સમયમાં જ નીકળી જાય છે, અને લોકોને તકલીફ પડતી નથી, તેવી કામગીરી કરવા બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્નિલાક્ષ મકવાણા, એસ.કે ગરવાલ, કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવી સહિત ફોરેસ્ટ, પોલીસ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

The post કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠક યોજાઈ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/karamsad-anand-municipal-corporation-coordination-committee-meeting-held/feed/ 0