બોટાદ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સુત્ર “સહી પોષણ દેશ રોશન”ના ધ્યેય સાથે પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.
મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.
બોટાદ જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માસ-૨૦૨૫ તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત THR તેમજ મિલેટ્સ વાનગી સ્ટોલ કરી, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી તેમજ તમામ લાભાર્થીઓને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત આપવા ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે ‘‘પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.
બોટાદનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા લોકોને પોષણ, મિલેટ્સ અને THRનું મહત્વ સમજાવાયું
મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.
Leave a Comment