ટાગોર હોલ ખાતે AMC દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ કાર્યક્રમમાં ૨૭ કરોડના કામોનું લોકાર્પણ

શહેરની સફાઈ માટે સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપી કદર કરવામાં આવી.

1 Min Read

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદસભ્યોશ્રી, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, ધારાસભ્યો શ્રી તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેરના ૨૭ કરોડના કામોનું લોકાર્પણ થયું. જે અન્વયે,

  • ૭ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, અભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા તથા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ ૧૨ સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો અપાયા.
  • શહેરની સફાઈ માટે સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપી કદર કરવામાં આવી.
  • ૩ ક્ષય (TB) દર્દીઓને પોષણ કિટ્સ આપીને તેમના આરોગ્ય સંભાળ માટે એક માનવીય પગલું ભરાયું.
  • સફાઈ સુરક્ષા મિત્ર કિટનું વિતરણ કરીને સફાઈ કાર્યમાં સલામતી અને સશક્તિકરણને વધુ મજબૂતી અપાઈ.
  • સ્વચ્છ નવરાત્રી મહોત્સવના વિજેતાઓ અને ઇકોફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.
  • લોકમાન્ય તિલક ટ્રોફી વિતરણ દ્વારા નાગરિકોમાં સ્પર્ધાત્મક સ્વચ્છતા ભાવના ઉજાગર કરવામાં આવી.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુનઃવસન કરવામાં આવેલ ૧૧૦૮ આવાસો તથા ૪૫ દુકાનો ડ્રો

અ.મ્યુ.કો સતત નાગરિક કલ્યાણ અને શહેરી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form id=”847″]

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *