ગાંધીનગર Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/gandhinagar/ ગુજરાત ન્યૂજ પોસ્ટ ગુજરાતી સમાચાર Tue, 21 Jul 2026 06:52:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1 https://gujarati.gujaratnewspost.com/wp-content/uploads/2025/08/cropped-Site-Icon1-e1757156589539-150x150.png ગાંધીનગર Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/gandhinagar/ 32 32 ગાંધીનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાએ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો https://gujarati.gujaratnewspost.com/shri-jagannathjis-rath-yatra-in-gandhinagar-spread-the-message-of-devotion-culture-and-spirituality/ https://gujarati.gujaratnewspost.com/shri-jagannathjis-rath-yatra-in-gandhinagar-spread-the-message-of-devotion-culture-and-spirituality/#respond Tue, 21 Jul 2026 06:52:57 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2952 ગાંધીનગર, ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને દરેક વ્યક્તિને ભગવાનના દર્શન કરવાનો સુલભ અવસર મળે તેવા પવિત્ર સંકલ્પ સાથે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી […]

The post ગાંધીનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાએ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગાંધીનગર, ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને દરેક વ્યક્તિને ભગવાનના દર્શન કરવાનો સુલભ અવસર મળે તેવા પવિત્ર સંકલ્પ સાથે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કાનમ પાર્ટી પ્લોટથી થઈ હતી જે ગાંધીનગરના સહજાનંદ સીટી, સરદાર ચોક, ક્રિસ્ટલ રાધે, રિલાયન્સ સર્કલ,દેવર્ષી સોસાયટી, ઉમિયા બંગ્લોઝ, પાણીની ટાંકી થઈ કાનમ પાર્ટી પ્લોટ પરત ફરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના એમએલએ રીટાબેન પટેલ અને મીરાબેન તેમજ ગાંધીનગર ભાજપના કન્વીનર હેમરાજ પડાલીયા ઉપસ્થિત રહ્યા હતાં.
ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય દર્શન સમાજના દરેક લોકો સુધી પહોંચે તે હેતુથી ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાનની રથયાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતના 18 સ્થળોએ કરવામાં આવ્યું, ભગવાનના સુશોભિત રથના દર્શન માટે તમામ સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા હતા. રથયાત્રાના માર્ગોમાં પુષ્પવર્ષા કરીને ભગવાનનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ હરે કૃષ્ણ મહામંત્રના ગુંજતા સંકીર્તન, મૃદંગ અને કરતાલના મધુર નાદ તથા ભક્તોના આનંદમય નૃત્યથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું. આ રથયાત્રામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો સહિત સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક રથયાત્રામાં ભાગ લીધો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રા દરમિયાન ભગવાનનો મહાપ્રસાદ ભક્તો, સ્થાનિક રહેવાસીઓ અને માર્ગમાં ઉપસ્થિત સૌને વિતરિત કરવામાં આવ્યો હતો. શ્રીલ પ્રભુપાદ સમજાવતા હતા કે કૃષ્ણપ્રસાદ એ ભગવાનની કૃપાનું સાક્ષાત્ સ્વરૂપ છે. મહાપ્રસાદનું સન્માનપૂર્વક સેવન કરવાથી હૃદય શુદ્ધ બને છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ સ્વાભાવિક રીતે વિકસે છે. ગાંધીનગરમાં યોજાયેલી આ ભવ્ય રથયાત્રાએ ભારતની સમૃદ્ધ વૈદિક સંસ્કૃતિ, ભક્તિ, શાંતિ, કરુણા અને વિશ્વબંધુત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો તથા ઉપસ્થિત સૌના હૃદયમાં ભગવાન શ્રી જગન્નાથજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને વધુ દૃઢ બનાવી.
ઇસ્કોનના સ્થાપક-આચાર્યપરમ પૂજ્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદએ જગન્નાથ રથયાત્રાને ભગવાનની અપરંપાર કરુણાનું જીવંત પ્રતીક ગણાવ્યું છે. તેઓ સમજાવતા હતા કે ભગવાન શ્રી જગન્નાથજી મંદિરની બહાર આવી દરેક જીવાત્માને પોતાના આશીર્વાદ આપે છે અને હરિનામ સંકીર્તન, ભક્તિ તથા મહાપ્રસાદ દ્વારા શ્રીકૃષ્ણ સાથેના પોતાના શાશ્વત સંબંધને પુનર્જાગૃત કરવાની પ્રેરણા આપે છે. શ્રીલ પ્રભુપાદના આ દિવ્ય સંકલ્પને અનુસરી આજે વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જે લાખો લોકોને આધ્યાત્મિક જીવન તરફ પ્રેરિત કરી રહી છે.

The post ગાંધીનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાએ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/shri-jagannathjis-rath-yatra-in-gandhinagar-spread-the-message-of-devotion-culture-and-spirituality/feed/ 0
સમગ્ર રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: હર્ષ સંઘવી https://gujarati.gujaratnewspost.com/sardar150-unity-march-to-be-held-across-the-state-harsh-sanghvi/ https://gujarati.gujaratnewspost.com/sardar150-unity-march-to-be-held-across-the-state-harsh-sanghvi/#respond Fri, 10 Oct 2025 18:37:03 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2893 ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે "સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન

The post સમગ્ર રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: હર્ષ સંઘવી appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.

આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવાનો તથા તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર “સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨થી વધુ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને “અખંડ ભારત”નું નિર્માણ કર્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ કર્યો હતો. એ જ સંકલ્પની સિદ્ધિનું પ્રતિક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયને કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બની છે. આ ‘યુનિટી માર્ચ’ એ જ શ્રદ્ધાંજલિની પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે, જે યુવાનો દ્વારા, યુવાનો માટે આયોજિત અભિયાન થશે, તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ની રૂપરેખા વિશે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૬ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિજિટલી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત MY Bharat પોર્ટલ પર ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન અને ‘સરદાર@૧૫૦ યંગ લીડર્સ પ્રોગ્રામ ક્વિઝ’ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. આ સ્પર્ધાના ૧૫૦ વિજેતાઓને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવવાની તક મળશે. આ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ સરદારના વિચારોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત દરરોજ ૮થી ૧૦ કિલોમીટર સુધીની સતત ત્રણ દિવસીય પદયાત્રાઓ યોજાશે, જેનું નેતૃત્વ રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ કરશે. આ માત્ર પદયાત્રા નહીં, પરંતુ જન-જાગરણનો મહાયજ્ઞ હશે. જેમ સરદાર પટેલે રજવાડાઓને જોડીને એક ભારતનું નિર્માણ કર્યું હતું, તેમ આ પદયાત્રાઓ લોકોના દિલોને જોડવાનું કામ કરશે.

તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા યોજાશે. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ કરીને એકતાના પ્રતીક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, મુખ્યમંત્રીઓ, ખેલાડીઓ, કલાકારો, પદ્મશ્રી, એવોર્ડ સન્માનિત મહાનુભાવો સહિત વિશિષ્ટ વ્યક્તિઓને જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રામાં ‘યંગ લીડર્સ પ્રોગ્રામ’માંથી પસંદ થયેલા ૧૫૦ ઉત્કૃષ્ટ યુવા લીડર્સ અને દેશના દરેક જિલ્લામાંથી પસંદ થયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ વિશે વધુ વિગતો આપતા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર બે મહિનાની ઉજવણી અને અભિયાનનું મુખ્ય આકર્ષણ પદયાત્રા રહેશે. ગુજરાતના દરેક જિલ્લામાં આયોજિત પદયાત્રાના ચોક્કસ રૂટ અને તારીખો જિલ્લા સ્તરે આગામી બેઠકોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ દરેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની હશે અને તેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSSના કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને સામાન્ય નાગરિકો જોડાશે. પદયાત્રા દરમિયાન યોગ શિબિર, સ્વાસ્થ્ય તપાસ કેમ્પ, સરદાર સાહેબના જીવન પર વ્યાખ્યાન, ચિત્રકામ સ્પર્ધા અને ‘નશા-મુક્ત ભારત’ જેવા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર “લઘુ ભારત”નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે.

ધારાસભ્ય શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પદયાત્રા આપણને યાદ અપાવશે કે સ્વતંત્રતાનો સંઘર્ષ આત્મનિર્ભરતાના સંકલ્પથી જ જીતાયો હતો. આ યાત્રા દ્વારા યુવાનોમાં “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે. સરદાર પટેલે અલગ અલગ રજવાડાઓને જોડીને નકશા પર ભારતને એક કર્યું હતું. આમ શ્રી વાઘાણીએ ‘હું પોતે સરદાર છું’, એવા ભાવ સાથે સૌ નાગરિકોને આ ‘યુનિટી માર્ચ’માં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.

The post સમગ્ર રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: હર્ષ સંઘવી appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/sardar150-unity-march-to-be-held-across-the-state-harsh-sanghvi/feed/ 0
બહિયલ ગામમાં બીજીવાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરી – હર્ષ સંઘવી https://gujarati.gujaratnewspost.com/dont-look-at-the-stone-again-in-bahial-village/ https://gujarati.gujaratnewspost.com/dont-look-at-the-stone-again-in-bahial-village/#respond Fri, 10 Oct 2025 18:05:36 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2886 ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી અથડામણ અને પથ્થરમારાની ઘટના બાદ રાજ્ય

The post બહિયલ ગામમાં બીજીવાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરી – હર્ષ સંઘવી appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી અથડામણ અને પથ્થરમારાની ઘટના બાદ રાજ્ય સરકારે દંગાઈઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરનારાઓને સૂરજની પહેલી કિરણ પહેલાં ઘરમાંથી પકડી પાડ્યા, અને ઘરની અંદર છુપાયેલા દંગાઈઓના દરવાજા તોડી-તોડીને ધરપકડ કરવામાં આવી.’

તેમણે ઉમેર્યું કે, પોલીસે પકડાયેલા 60થી વધુ આરોપીઓની ક્રિમિનલ કુંડળી અને ગેરકાયદે સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, બહિયલ ગામમાં તંત્ર દ્વારા 186 જેટલા ગેરકાયદે દુકાનો, ગોડાઉન અને અન્ય દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી અથડામણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મીડિયાને સંબોધતા સ્પષ્ટ કહ્યું કે, રાજ્ય સરકાર આવા દંગાઈઓ સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને આગળ પણ ભરતી રહેશે. આ બધા જ લોકોએ રાજ્યના નાગરિકોની જમીનો પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. હવે પોલીસ તેમની ક્રિમિનલ કુંડળીની અંદર ઘુસીને તપાસ કરી રહી છે, જેથી આ લોકો બીજી વાર પથ્થર તરફ નજર પણ ન કરે.

તેમણે ઉમેર્યું કે, ગાંધીનગર પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરનારાઓને સુરજની પહેલી કિરણ પહેલાં ઘરમાંથી પકડી પાડ્યા. ઘરની અંદર છુપાયેલા દંગાઈઓના દરવાજા તોડી-તોડીને ધરપકડ કરવામાં આવી. બાદમાં તેમની આવકના સ્ત્રોતો અને ગેરકાયદે સંપત્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દંગાઈઓ પાસેથી થયેલા નુકસાનની ભરપાઈ કરાવીને જ શાંતિ સ્થાપિત થશે. રાજ્ય સરકાર કોઈને પણ છોડશે નહીં. બહિયલ કાંડ બાદ પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આ વલણથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે દંગાઈઓને કડક સજા મળશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બિલકુલ સહન કરવામાં નહીં આવે.

The post બહિયલ ગામમાં બીજીવાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરી – હર્ષ સંઘવી appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/dont-look-at-the-stone-again-in-bahial-village/feed/ 0
હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન  https://gujarati.gujaratnewspost.com/hindi-day-2025-and-fifth-all-india-official-language-conference/ https://gujarati.gujaratnewspost.com/hindi-day-2025-and-fifth-all-india-official-language-conference/#respond Sat, 13 Sep 2025 15:04:24 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2865 આપણો દેશ ભારત સમૃદ્ધ, વિકસિત, સક્ષમ અને અનેક ભાષાઓનો દેશ છે. સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાવાળા આ ગૌરવશાળી દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વચ્ચે હિન્દી સદીઓથી સંપર્ક ભાષા તરીકે કાયમ રહી છે અને સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધતી રહી છે. આ આપણા દેશની રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું સૌથી પ્રભાવી અને શક્તિશાળી માધ્યમ છે. હિન્દી એક […]

The post હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન  appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
આપણો દેશ ભારત સમૃદ્ધ, વિકસિત, સક્ષમ અને અનેક ભાષાઓનો દેશ છે. સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાવાળા આ ગૌરવશાળી દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વચ્ચે હિન્દી સદીઓથી સંપર્ક ભાષા તરીકે કાયમ રહી છે અને સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધતી રહી છે. આ આપણા દેશની રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું સૌથી પ્રભાવી અને શક્તિશાળી માધ્યમ છે. હિન્દી એક સમૃદ્ધ ભાષિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાની વાહિની છે. કરોડો ભારતવાસીઓની લાગણીઓ આ ભાષા સાથે જોડાયેલી છે. હિન્દી ભારતનો અંતરાત્મા છે અને રાષ્ટ્રની વાણી છે, તેમજ અધિકાંશ દેશવાસીઓની અભિલાષાઓની અભિવ્યક્તિનું માધ્યમ છે.

ઇતિહાસ પર નજર નાખીએ તો હિન્દી જ સ્વતંત્રતાની લડત દરમિયાન દેશની સમગ્ર જનતાને જોડવાનું માધ્યમ બની હતી અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી આપણા દેશના બંધારણ નિર્માતાઓએ એકમતે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. હિન્દીને રાજભાષા તરીકે પસંદ કરવામાં આવી કારણ કે આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ અધિકાંશ ભાષાઓ દેવનાગરીમાં લખી શકાય એવી હતી.

સંઘની રાજભાષા તરીકે સ્થાપિત થયા બાદ બંધારણના અનુચ્છેદ 343માં જણાવાયું છે કે,“સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે. સંઘના શાસકીય પ્રયોજન માટે વપરાતા અંકોનું સ્વરૂપ ભારતીય અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હશે.” વધુમાં અનુચ્છેદ 351માં કહેવાયું છે કે, “સંઘનું આ કર્તવ્ય રહશે કે તે હિન્દી ભાષાનો પ્રસાર વધારે, તેનો વિકાસ કરે જેથી તે ભારતની સંમિશ્ર સંસ્કૃતિનાં તમામ તત્ત્વોની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે અને તેની પ્રકૃતિમાં હસ્તક્ષેપ કર્યા વિના હિંદુસ્તાની તથા આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ ભારતની અન્ય ભાષાઓના પ્રયુક્ત રૂપ, શૈલી અને શબ્દોને આત્મસાત કરીને તથા જ્યાં જરૂરી હોય ત્યાં મુખ્યત્વે સંસ્કૃત માંથી અને ગૌણ રૂપે અન્ય ભાષાઓ માંથી શબ્દો સ્વીકારીને તેની સમૃદ્ધિ સુનિશ્ચિત કરે.”
ખૂબ આનંદની વાત છે કે આવતીકાલે એટલે કે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળ્યાને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ આપણા સૌ માટે આનંદનો પ્રસંગ છે. આપણી બંધારણીય જવાબદારી પૂરી કરવાના સંકલ્પોને પુનરાવર્તિત કરવાનો આ પ્રસંગ છે. બંઘારણે આપણને સૌને રાજભાષા હિન્દીના વિકાસની જવાબદારી સોંપી છે.

રાજભાષા સંબંધિત બંધારણીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા તથા સંઘના સરકારી કામકાજ માટે હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા જૂન 1975માં ગૃહ મંત્રાલયના સ્વતંત્ર વિભાગ તરીકે રાજભાષા વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.

રાજભાષા વિભાગ સરકારી કામકાજમાં હિન્દીના પ્રગતિશીલ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નિરંતર પ્રયત્નશીલ છે અને આ ક્રમમાં, તે દર વર્ષે હિન્દી દિવસનું આયોજન કરે છે. 2019માં, આપણા ગૃહમંત્રીએ હિન્દી દિવસના આયોજનને વિજ્ઞાન ભવન સુધી મર્યાદિત ન રાખીને ભારતના વિવિધ શહેરોમાં આયોજીત કરવાની સંકલ્પના કરી હતી.

ગૃહમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ રાજભાષા વિભાગ આ સંકલ્પને સાકાર કરવા નિરંતર પ્રયત્નશીલ રહ્યો છે. આ સંકલ્પનાના પરિણાન રૂપે અમે વર્ષ 2021માં વારાણસીમાં પ્રથમ અખિલ ભારતીય રાજભાષા સંમેલનના રૂપમાં અને ત્યાર બાદ 2022માં સૂરત અને 2023માં પુનામાં હિન્દી દિવસ અને બીજા અને ત્રીજા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના સંયુક્ત આયોજનોમાં જોયુ. તે ક્રમમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગત વર્ષે અમે હિન્દી દિવસ – 2024 અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું દિલ્હીના પ્રગતિ મૈદાન સ્થિત ભારત મંડપમ ખાતે ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યાં છે. તે જ ભારત મંડપમમાં, રાજભાષા વિભાગે પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 26 જૂનના રોજ વિભાગના સ્વર્ણ જયંતિ સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન ફરી એકવાર ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવ્યું. મને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આ આયોજનોથી દેશભરના રાજભાષા કર્મચારીઓ અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સૂરત-પુના અને ભારત મંડપમ દિલ્લીના કાર્યક્રમોમાં હિન્દી કર્મચારીઓ અને વિશાળ જનસમૂહની ઉપસ્થિતિ ખાતરી પ્રદાન કરે છે કે હિન્દી વિવિધ ભાષાઓની સહોદરી તો છે જ અને દેશનો ધબકાર પણ છે.

ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હિન્દી દિવસ અને પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન એ અર્થમાં પણ ખાસ છે કે, આ પ્રસંગ રાજભાષા વિભાગની સ્થાપનાના તે વર્ષમાં થઈ રહ્યો છે જેને અમે અમારા વિભાગના સ્વર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.

રાજભાષા વિભાગની સ્થાપનાના 50 વર્ષોમાં અમે ન માત્ર અનેક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યા છે પરંતુ તકનીકીના ક્ષેત્રે પણ વિભાગે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.

આવતીકાલથી શરુ થનાર બે દિવસીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન પ્રાતઃ 10 કલાકે મુખ્ય અતિથિ ગૃહમંત્રી કરશે.આધુનિકતા અને ભારતીય વારસાનું સંગમસ્થળ, મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગરમાં આ આયોજન કાર્યક્રમને અનોખી ભવ્યતા અને ગૌરવ પ્રદાન કરશે. ઉદ્ઘાટન સત્રમાં ગૃહમંત્રીના કરકમલો દ્વારા રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેર ભારતીનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ડિજિટલ હિન્દી શબ્દકોશ હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવા રુપનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ રાજભાષા ભારતીના હિન્દી અને સહકારિતા પર કેંદ્રિત વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે વિભાગ દ્વારા વિશેષ રુપે પ્રકાશિત પુસ્કત ‘હિન્દી અને ભારતીય ભાષાઓ : અનુવાદના આયામ’ નામની પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે. સાથે જ અન્ય પુસ્તકો અને પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકો રાજભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ અલગ અલગ બેંકો અને સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રસંગે ગૃહમંત્રી દ્વારા રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે.

14 સપ્ટેમ્બરના રોજ, મધ્યાહન ભોજન બાદ પ્રથમ ચર્ચા સત્ર રાખવામાં આવ્યું છે- ભારતીય સંઘની સંરચનામાં હિન્દી અને ભારતીય ભાષાઓનો સમન્વય, જેની અધ્યક્ષતા કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલજી કરશે .
બીજા સત્રમાં ઓપરેશન સિંદૂર : પરંપરા, પ્રતીક અને પરાક્રમ પર પરિચર્ચા થશે.

15 સપ્ટેમ્બરના રોજ ત્રીજા સત્રમાં સૂચના પ્રૌદ્યોગિકીમાં હિન્દી અને ભારતીય ભાષાઓ : એક પરિચર્ચામાં દેશના પ્રસિદ્ધ ભાષાવિદ અને તકનીકી વિશેષજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે.
ચોથું સત્ર -“રાજભાષા હિન્દીના અમલીકરણનું સશક્ત એકમ : નગર રાજભાષા અમલીકરણ સમિતિ”

પાંચમું સત્ર – પર્દાથી પોસ્ટ સુધી : સફળતાના રંગ, હિન્દીને સંગ, જેમાં ઉપસ્થિત રહેશે રવિ કિશન, સાંસદ, લોકસભા, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક તથા મનોજ જોશી, ફિલ્મ અભિનેતા

અંતિમ સત્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું અને સમાપન સત્ર રહેશે.

આ રીતે, આ બે દિવસોમાં 76 વર્ષમાં હિન્દી રાજભાષા, જનભાષા અને સંપર્ક ભાષાના રુપમાં હિન્દીની પ્રગતિ પર ગહન વિચાર-મંથન થશે. અમૃતકાળમાં આપણે હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે પારસ્પરિક સહભાગિતાને પ્રોત્સાહન આપવાની દિશામાં અગ્રેસર રહીશું અને દેશવાસીઓ વચ્ચે તાલમેલ સુદૃઢ કરવાની દિશામાં પગલાં લઈશું.

રાજભાષા હિન્દીનો મહત્તમ વિકાસ તે વાત પર નિર્ભર કરે છે કે કામકાજમાં તેનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ભાષા લોકપ્રિય ત્યારે જ બને છે જ્યારે તે જનમાનસ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી શકે છે. આ અધિકાર જો પ્રેમ અને સદ્ભાવના દ્વારા સ્થાપિત થાય છે, તો તે લાંબા સમય સુધી કાયમ રહે છે. નિરંતર ઉપયોગમાં લેવાથી કોઈપણ ભાષા પોતાની લાગવા લાગે છે અને ભાષાના કઠીન શબ્દ પણ સરળ લાગવા લાગે છે. તેથી હું દરેકને આગ્રહ કરું છું કે હિન્દીનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરે. જે દેશના નાગરીકો પોતાની ભાષામાં વિચારે અને લખે છે, વિશ્વ તે દેશને સન્માનની દૃષ્ટિથી જુએ છે.

આપણો દેશ હંમેશા વિશ્વમાં અગ્રેસર રહ્યો છે અને ગત કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે હિન્દીએ અલગ ઓળખ બનાવી છે. વિશ્વની મોટી મોટી સંસ્થાઓ અને કંપનીઓ હિન્દીમાં કામકાજ કરવા માટે પ્રેરિત છે. ઓગસ્ટ 2020ના એક અહેવાલ મુજબ, મોટાભાગની ઈ-કોમર્સ કંપનીઓએ તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પોતાની વેબસાઇટ હિન્દીમાં બનાવી છે.

દેશની કલ્યાણકારી યોજનાઓ પણ ત્યારે જ પ્રભાવી બને છે જ્યારે જનતા અને સરકાર વચ્ચે નિરંતર સંવાદ, સંપર્ક અને પારદર્શિતા હોય અને દેશના તમામ લોકોને સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય. આમાં ભાષાનું ખૂબ મહત્વ છે. મને એ કહેતાં આનંદ થાય છે કે રાજભાષા હિન્દી આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આજે જે મંત્રાલયો, કાર્યાલયો અને ઉપક્રમોને ગૃહમંત્રીના કરકમલોથી સન્માનિત કરવામાં આવશે તે સૌને હ્યદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભારતના ગૃહમંત્રીના કરકમલો દ્વારા આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવો એ નિશ્ચિત રૂપે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

The post હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન  appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/hindi-day-2025-and-fifth-all-india-official-language-conference/feed/ 0
ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શંકરસિંહ રાણા https://gujarati.gujaratnewspost.com/shankarsinh-rana-chairman-of-gandhinagar-district-cooperative-milk-producers-union/ https://gujarati.gujaratnewspost.com/shankarsinh-rana-chairman-of-gandhinagar-district-cooperative-milk-producers-union/#respond Fri, 05 Sep 2025 07:27:30 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2685 ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- મધૂર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ સતત સાતમી વખત ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. આ સમયે તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં દૂધ ઉત્પાદન મર્યાદિત છે. પરિણામે ઘણી વખત ડેરીને છેક રાજસ્થાનથી દૂધ લાવવું પડે છે. ડેરીનું લક્ષ્ય ખેડૂતોને દૂધનો મહત્તમ ભાવ આપવાનું છે. આ માટે સતત પ્રયાસ કરીશું. શંકરસિંહ રાણાએ […]

The post ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શંકરસિંહ રાણા appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- મધૂર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ સતત સાતમી વખત ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. આ સમયે તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં દૂધ ઉત્પાદન મર્યાદિત છે. પરિણામે ઘણી વખત ડેરીને છેક રાજસ્થાનથી દૂધ લાવવું પડે છે. ડેરીનું લક્ષ્ય ખેડૂતોને દૂધનો મહત્તમ ભાવ આપવાનું છે. આ માટે સતત પ્રયાસ કરીશું.

શંકરસિંહ રાણાએ કહ્યું કે સહકારી આગેવાન અને ઇફ્કો તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના સહકારથી દૂધસાગર ડેરી અને અમદાવાદની ઉત્તમ ડેરી સાથે વાટાઘાટો ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું દુધ ઉત્તમ ડેરી દ્વારા અને કલોલ તથા માણસા તાલુકાનું દૂધ મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ભરવામાં આવે છે. આ ત્રણેય તાલુકા ગાંધીનગર જિલ્લામાં હોવાથી ગાંધીનગરની મધૂર ડેરીમાં દૂધ ભરાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. વર્ષ 2003થી સતત ડેરીનું ચેરમેનપદ સંભાળતા રાણાએ કહ્યું કે મધૂર ડેરીમાં અમે પશુપાલકો ઉપરાંત ખેડૂતોને પણ મદદ મળી શકે તે માટે તેમના શાકભાજીનું વેચાણ કરવાની પણ નવી પહેલ કરી છે. જેને ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

દૂધ, મિઠાઇ, મિલ્ક પ્રોડક્ટ અને શાકભાજી સહિતની ચીજવસ્તુઓ શહેરના લોકોને ઘર આંગણે મળી શકે તે માટે દરેક સેક્ટરમાં મૂવેબલ કન્ટેનર ઉભા કરવામાં આવશે. સોમવારે સેક્ટર-30 ખાતે પહેલો સ્ટોલ ખુલ્લો મૂકાયો છે હવે થોડા દિવસોમાં સેક્ટર-6માં પણ શરૂ કરાશે.

The post ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શંકરસિંહ રાણા appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/shankarsinh-rana-chairman-of-gandhinagar-district-cooperative-milk-producers-union/feed/ 0