કરમસદ Anand Municipal Corporationની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીટોડીયા વિસ્તારની સોસાયટીઓ માં સ્ટ્રોમ વોટર પાણી ની લાઈન નાખ્યા બાદ નવા રસ્તાઓ બનાવવા માટે, જ્યાં જરૂર છે ત્યાં સીસી રોડ બનાવવા, બ્લોક નાખવા, કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે માટે અને જે વિસ્તારમાં હજી સુધી ગટર લાઈન પહોંચી નથી ત્યાં તાકીદે ગટર લાઈન પહોંચાડવામાં આવે, વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ કાકા ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક નું ભારણ રહેતું હોવાથી ઓવરબ્રિજ ની જરૂરિયાત, રેલવે સ્ટેશનથી તુલસી ચાર રસ્તા રોડ ઉપર ટ્રાફિક નિયમન, જુના બસ સ્ટેન્ડ, મિનરવા ચોકડી વાળા રસ્તા ઉપર ટ્રાફિક ઓછો કરવા રસ્તાઓ વન વે કરવા, ભાલેજ ઓવરબ્રિજની બંને બાજુએ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને અકસ્માત ઝોન હોવાથી ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકવા, રખડતા ઢોર નિયમિત પકડીને પાંજરાપોળ મોકલવા, અમીના મંજિલ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ નાળાનું કામ ઝડપી કરવા જેવા ૧૦ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તબક્કે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે Anand Municipal Corporation દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વરસાદ પડે તે પહેલા સફાઈ કરાવવાથી ભારે વરસાદ આવવા છતાં પણ પાણી ટૂંક સમયમાં જ નીકળી જાય છે, અને લોકોને તકલીફ પડતી નથી, તેવી કામગીરી કરવા બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્નિલાક્ષ મકવાણા, એસ.કે ગરવાલ, કાર્યપાલક ઇજનેર હિતેશ ગઢવી સહિત ફોરેસ્ટ, પોલીસ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
